સુવિચાર

"હું કદી શિખવતો નથી, પણ સંજોગો એવા પેદા કરું છું કે વિદ્યાર્થીઓ જાતે જ શીખે છે." *********************************** - આલ્બર્ટ આઇન્સ્ટાઇન

NOTICE

WELCOME IN FALDHARA MADHYAMIK SHALA
ફલધરા વિભાગ કેળવણી મંડળ સંચાલિત ફલધરા માધ્યમિક શાળામાં આપ સૌનું સ્વાગત છે.

TEACHER ACHIEVEMENT


"National Best Teacher Award 2022" Certificate of Excellence by Vidhyarthi Vikas Manch Samiti, Ujjain on 25 July 2022 at Bhram Samaj wadi Surat


પદ્મશ્રી યઝદી કરંજ્યા સાહેબ અને ડૉ. કિશોરભાઈ એમ. પટેલ (રાજ્ય અને રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા શિક્ષક, INT, SURAT)ના હસ્તે JCI ઓલપાડ દ્વારા  કોવિડ-19  દરમ્યાન જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, વલસાડ દ્વારા લેવાયેલ ઓનલાઈન 531 એકમ કસોટીઓ ગુગલ ફોર્મમાં તૈયાર કરવાની કામગીરી, ઓનલાઈન સામયિક પરીક્ષામાં 1,00,00 થી વધુ વિધાર્થીઓને એકસાથે પરીક્ષામાં જોડવા ઉપરાંત આંકડાશાસ્ત્ર વિષયમાં 3 વર્ષમાં 3 પ્રશ્ન બેંક, કોમર્સના વિઘાર્થીઓ માટે દરેક વિષયનું મટીરીયલ, સ્વરચિત એજ્યુકેશન બ્લોગ કે જેમાં વિદ્યાર્થીઓ માટે ONLINE/ OFFLINE QUIZ તૈયાર કરવા તેમજ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઉત્તમ કામગીરી બદલ  Prime Ratna Excellence Award 2022 થી સન્માનિત.



JCI Surat Merto દ્વારા શિક્ષણક્ષેત્રે PH.D ની પદવી, Gset Exam (એજયુકેશન અને નામાના મૂળતત્વો વિષયમાં) ઉર્તીણ થવા બદલ તેમજ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સહાયરૂપ બનવા માટે youtube ચેનલ તેમજ એપ્લિકેશનની રચના કરવા બદલ Prime Ratna Excellence Award 2023 થી સન્માનિત.

આજના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રવર્તમાન સમયમાં બાળકો ઈન્ટરનેટના માધ્યમથી પોતાના અનુકૂળ સમયે સ્વ-અધ્યયન કરી શકે એ ઉદ્દેશને ધ્યાનમાં રાખી ફલધરા માધ્યમિક શાળા, ફલધરા(નવી) ના શિક્ષકશ્રી ડૉ. સતીશ સી. પટેલ દ્વારા તેમની YouTube ચેનલ Educare With Dr. Satish Patel ની Application બનાવવામાં આવી છે. જે તા. 11-03-2022 ના શુક્રવારના રોજ વલસાડ જિલ્લાનાં શિક્ષણાધિકારી શ્રી કે. એફ. વસાવા સાહેબ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યના ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને આવનારી બોર્ડની પરીક્ષામાં ઉપયોગી બની રહે અને સારુ પરિણામ મેળવી શકે એ હેતુસર લોન્ચ કરવામાં આવી છે. સમગ્ર Application ની રચના વલસાડ જિલ્લાના શિક્ષણાધિકારી શ્રી કે. એફ. વસાવા સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે...
ચિત્રશિક્ષક મહામંડળ ગુજરાત રાજ્ય અને આર્ટએમો(ઇન્ટરનેશનલ આર્ટ એન્ડ કલ્ચર ગ્રુપ) ના સંયુક્ત ઉપક્રમે પુસ્તકની પ્રથમ આવૃત્તિ "કલામંથન" ધોરણ:9,10 ચિત્રકલા MCQ અને પ્રેક્ટિકલ પુસ્તક નવા અભ્યાસક્રમના પરિપેક્ષ્યમાં ચિત્રકલા વિષયની પ્રથમ આવૃત્તિ તૈયાર કરી ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરતા હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ. અમારા વિચારોને વલસાડ જિલ્લાના શિક્ષણિધિકારી શ્રી કિશનભાઇ એફ.વસાવા સાહેબ સમક્ષ રજુ કરતા તેમણે સહર્ષ અમારી રજૂઆત સ્વીકારી. એમના માર્ગદર્શનથી આ પુસ્તકનું નિર્માણ આયોજન કરી અમને પુસ્તક બનાવવા માટે પ્રેરણા આપી.
સુરત. તારીખ:12/08/2023ને શનિવાર.                           કાયઁકમના અધયક્ષ સ્થાને શ્રીમતી નૈતિકા પટેલ મેડમ કે જે ભરૂચ જિલ્લાના ડેપ્યુટી કલેકટર ની હાજરીમાં કાર્યક્મની શુભ  શરુઆત થઈ હતી. સાથોસાથે  JCIના ડૉ. નૈનેશ પટેલ કે જેઓ JCIના ભુતપૂર્વ  પ્રમુખ અને મેનટર તથા JCIના પ્રમુખ શ્રીમતિ વંદના પટેલ  દ્વરા " THE PRIME STAR  Excellence Award 2023 " ના કાર્યક્રમની રુપરેખા આપવામાં આવી હતી અને  ત્યારબાદ કાર્યક્રમના અધયક્ષનુ શાબ્દીક અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. પછી ગુજરાત રાજ્ય માથી આવનાર જુદા જુદા કાયઁક્ષેત્ર માંથી પસંદ થયલા 48 શ્રેષ્ઠ વયકતિઓને " THE PRIME STAR  Excellence Award 2023" અને સન્માનપત્ર " એનાયત કરવામાં આવ્યા હતા.  જેમાં ફલધરા માધ્યમિક શાળા(નવી) ના ચિત્રશિક્ષક અને ચિત્રશિક્ષક મહામંડળ-ગુજરાત રાજ્ય ના પ્રમુખ  શ્રી વિપુલ ડાહ્યાભાઈ પટેલ ને શ્રેષ્ઠ ચિત્રશિક્ષક કેટેગરીનો " THE PRIME STAR  Excellence Award 2023 " એનાયત કરવામાં આવ્યો હતો.

આર.એમ.નાયક હાઈસ્કૂલ ઉધના ખાતે મધ્યસ્થ મૂલ્યાંકનના અંતિમ દિવસે નિવૃત્ત થયેલા શિક્ષકોને સન્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આંકડાશાસ્ત્ર વિષય માં શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ  સન્માન
26મી જાન્યુઆરી, 2021ના રોજ 72માં પ્રજાસત્તાક દિન ઉજવણી વલસાડ પોલીસ હેડ ક્વાર્ટરમાં  રાખવામાં આવી હતી.જેમાં કોવિડ-૧૯ દરમિયાન કરેલ ઓનલાઇન પરીક્ષામાં લઈ લગભગ 1,00,000  જેટલા ધો. 9 થી 12 ના વિદ્યાર્થીઓને જોડવાનું કાર્ય કરવામાં આવ્યું, જેમાં ગુજરાત રાજ્યના રમતગમત મંત્રીશ્રી, વલસાડ કલેકટર સાહેબશ્રી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા સન્માનપત્ર આપી મારુ ભવ્ય સન્માન કરવામાં આવ્યું.


       Honor awarded by District Education Officer's Office, Valsad for bringing 100% result of Statistics subject in school in 2020 board examination.

 Certificate awarded by District Education Officer's Office, Valsad for best performance as convener of Statistics subject under @ Koshish Abhiyan by District Education Officer's Office, Valsad in 2020-21


બોર્ડની પરીક્ષામાં નામાના મૂળતત્વો વિષયમાં 100 % પરિણામ મેળવવા બદલ વલસાડ જિલ્લા શિક્ષણાધિકારી  તરફથી મળેલ સન્માન પત્ર અને મેડલ.


વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત, શિક્ષણ વિભાગમાં 'માધ્યમિક શાળાઓના વિકલાંગ વિદ્યાર્થીઓની સમસ્યા' વિષય ઉપર ડૉકટર ઓફ ફિલોસોફીની પદવીથી સન્માનિત 

હાસાપોર પ્રાથમિક શાળા તરફથી ઉચ્ચ શિક્ષણ મેળવવા બદલ મને મળેલ સન્માન તેમજ વીરતા પુરસ્કારની અમૂલ્ય છબીઓ.........